સ્કાઉટ ગાઈડ

  • અમારી શાળામાં સ્કાઉટ ગાઈડ 2007 થી શરૂ કરવામાં આવી. સ્કાઉટ ગાઈડ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા છે.
  • જેમાં બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેવો ઉદેશ રહેલો છે. બાળકોમાં દેશપ્રેમ,સંસ્કૃતિ પ્રત્યે ઊંડી સમજ,સામાજિકતા, સ્વાસ્થય સુરક્ષા, જાહેર સાહસોનું રક્ષણ,કુદરતી અને આકસ્મિક આફતો સામે રક્ષણ મેળવવું, સ્વચ્છતા, પ્રેમ, દયા, કરુણા જેવા અનેક ગુણો વિવિધ પ્રવ્રુતિઓ દ્રારા શીખવવામાં આવે છે.
  • અમારી શાળામાં આ વર્ષ દરમિયાન નીચે મુજબની પ્રવૃતિઓ કરવામાં આવી.

    • રાખડી બનાવવાની સ્પર્ધા

      દેશ ભક્તિગીતની સ્પર્ધા

      ગ્રીટીંગ્સ કાર્ડ બનાવવાની સ્પર્ધા

      ટ્રેડિશનલ ડ્રેસની સ્પર્ધા

      યોગ શિબિર

      કેમ્પ ફાયર

    શૈક્ષણિક પ્રવાસ

    શૈક્ષણિક પ્રવાસ (વર્ષ:-2011-12.)

  • સર્વ વિધાલય કેળવણી મંડળ કડી સંચાલિત શ્રીમતી એમ. બી. પટેલ કન્યા પ્રાથમિક શાળા દ્રારા તા.10/10/11 થી તા.14/10/11 દરમ્યાન શૈક્ષણિક પ્રવાસ યોજાઇ ગયો. જેમાં ધોરણ 6 અને 7 ની કુલ 156 વિધાર્થીની બહેનો સાથે 14 શિક્ષક ભાઇ-બહેનોએ માઉંટ આબુ, સુંધા માતા અને અંબાજીની મુલાકાત લીધી.
  • જેમાં માઉંટ આબુમાં નખીલેક, અધ્ધરદેવી, અચલગઢ, દેલવાડાના દેરાં, પીસપાર્ક, બ્રહ્માકુમારી વિશ્વવિધાલય, સનસેટ પોઇંટ જેવા સ્થળો જોયા, સુંધા માતામાં પર્વત ચડાણ કરી માતાજીના દર્શન કર્યા. અંબાજીમાં અંબાજી માતાના દર્શન કર્યા. આ સ્થળોની મુલાકાતથી બાળકોમાં ઐતિહાસિક જ્ઞાનમાં વધારો થયો સાથે તેમનામાં સમૂહ ભાવનાનો ગુણ વિકસ્યો.
  • ઉપરાંત ધોરણ 3 અને 4 ની કુલ 130 વિધાર્થીની બહેનો સાથે 8 શિક્ષક ભાઇ-બહેનોએ તા.12/10/11 ના રોજ તિરૂપતિ પાર્કની મુલાકાત લીધી. જેમાં બાળકોએ વિવિધ રાઇડસની મજા માણી અને ગ્મ્મત સાથે જ્ઞાન મેળવ્યું. આમ, વર્ષ 2011-12 દરમ્યાન થયેલ પ્રવાસનું આયોજન સફળ રહ્યુ.
  • વિજ્ઞાન મેળો

  • વિજ્ઞાન મેળો (વર્ષ:-2011-12.)
  • વર્ષ 2011-12 દરમ્યાન તા.30/9/2011 ના રોજ તાલુકા કક્ષા આયોજીત ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં વિવિધ વિભાગોમાં ભાગ લીધો.
  • વિભાગ-નામ-નંબર

    કૃતિનું નામ

    વિધાર્થીનું નામ

    મર્ગદર્શક શિક્ષક

    ૧-કૃષિ અને ખાધ સુરક્ષા

    કુપોષણ

    પટેલ ક્રિષ્ના એસ. ,કુરેશી ફરાહ એસ.

    પટેલ પ્રવિણાબેન એ.

    ૨-ઉર્જા

    કાદવ ઘડિયાળ

    પઠાણ ગ્રીષ્મા યુ. , પટેલ દેવાંગી જી.

    પટેલ સંગીતાબેન કે.

    ૩-સ્વાસ્થ

    ટેલિ મેડિશિન

    પટેલ મૈત્રી કે.,   પટેલ ફેંવી કે.

    પટેલ ચંદ્રકાંતભાઇ એ.

    ૪-પર્યાવરણ

    પુન:પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત

    પટેલ ધ્રુવી એમ.,  ઓઝા મેઘા એ.

    ત્રિવેદી શિલ્પાબેન એમ.

    ૫-બી-આપતિ વ્યવસ્થાપન

    સ્વસંચાલિત ડેમઓવરફ્લો સાયરન

    પટેલ મેઘાવી ડી. , હડિયોલ માનસી પી.

    વોરા સ્મિતાબેન સી.

    પ્રવેશોત્સવ

  • પ્રવેશોત્સવ સર્વ વિધાલય કેળવણી મંડળ કડી સંચાલિત શ્રીમતી એમ. બી. પટેલ કન્યા પ્રાથમિક શાળાની ધો- ૧ની ૨૩૭ વિધાર્થિનીઓનો પ્રવેશોત્સવ યોજાયો. જેમાં વિધાર્થિનીઓને કેમ્પસમાં વિવિધ સૂત્રોચ્ચાર સાથે ફેરવી પૂ. દાસકાકાની પ્રતિમાને હાર પહેરાવ્યો તથા શાળાના આચાર્યાબેનશ્રી, સુપરવાઇઝર બહેનો તથા વર્ગશિક્ષકોએ બાળાઓનું કુમકુમ તિલક કરી સ્વાગત કર્યુ. તથા આશીર્વાદ આપી મોં મીઠું કરાવ્યુ. આ દિવસે વિધાર્થિનીઓને બાળ ફિલ્મ બતાવી આનંદપૂર્વક ઉત્સવની ઉજવણી કરી.